BAPSના આયોજનની ઉર્જાનો અહેસાસ કરી રહ્યો છું – PM મોદી

0
42

BAPS ના કાર્યકરોથી ચિક્કાર ભરાયુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એક લાખ કાર્યકરોએ કર્યુ સામૂહિક ગાન, પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
પીએમ મોદીએ જણાવ્યુ, પ્રમુખ સ્વામિની શિક્ષા અને સંકલ્પ આજે પરમ પૂજ્ય મહંત સ્વામીના સમર્પણથી ફલિત થઈ રહ્યા છે. એક લાખ કાર્યકર, આટલો મોટો કાર્યક્રમ. બીજ, વૃક્ષ અને ફળના ભાવને અભિવ્યક્ત કરતા હું તમારી વચ્ચે ભલે સાક્ષાત ઉપસ્થિત ન થઈ શક્યો, પરંતુ આ આયોજનની ઉર્જાનો અહેસાસ કરી રહ્યો છું. હું પરમ પૂજ્ય મહંત સ્વામી અને અન્ય સંતગણોને નમન કરું છું. PM મોદીએ BAPSના કાર્યો અંગે કહ્યું કે, BAPSના કાર્યકરો આખા વિશ્વમાં ભારતના પ્રભાવને શક્તિ આપે છે. 28 દેશોમાં 1800 ભગવાન સ્વામિનારાયણના મંદિર, 21000થી વધુ અધ્યાત્મિક કેન્દ્ર દુનિયા જ્યારે આ જોવે છે.