અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનાર શંકાસ્પદની તસવીર સામે આવી

0
81

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરનાર શંકાસ્પદની તસવીર સામે આવી છે. તે બાંદ્રા સ્થિત સૈફના ફ્લેટ સતગુરૂ શરણના સીસીટીવી ફુટેજથી લેવામાં આવી છે. તસવીરમાં શંકાસ્પદ બિલ્ડિંગની સીડીઓનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસે આ તસવીર જાહેર કરી શંકાસ્પદની ઓળખ અને ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હુમલો કરનારે ઘટનાને અંજામ આપી ફરાર થવા માટે ફ્લેટની સીડીઓનો ઉપયોગ કર્યો હતો. તેની તસવીર છઠ્ઠા ફ્લોર પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનાથી પોલીસને તેની ઓળખ કરવામાં મદદ મળી છે.સૈફ અલી ખાન પર હુમલો કરનારને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ વચ્ચે તેની તસવીર પણ જાહેર કરવામાં આવી છે, જેથી ઓળખ થઈ શકે. ફુટેજમાં શંકાસ્પદે બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું છે. તેની પીઠમાં એક બેગ જોવા મળી રહી છે. સૈફ આ એપાર્ટમેન્ટમાં 12માં ફ્લોર પર રહે છે. પોલીસની શરૂઆતી તપાસમાં સીસીટીવી ફુટેજમાં હુમલો કરનાર જોવા મળ્યો નહીં. ઘટના બાદના ફુટેજમાં તે સીડીઓથી જતો જોવા મળ્યો છે.