ગાંધીનગરમાં નવા 3 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 85 થઈ…..

0
91

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે રવિવારે વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. જેની સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 85 સુધી પહોંચી ગઈ છે.

નવા નોંધાયેલા કેસમાં સેક્ટર-4માં રહેતા 43 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. તેઓ મુંબઈમાં નોકરી કરે છે. આ જ સેક્ટરમાં રહેતી એક યુવતી પણ કોરોના પોઝિટિવ આવી છે. રાંદેસણમાં રહેતા 31 વર્ષીય યુવકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

ગઈકાલે શનિવારે કુલ 7 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસનો સમાવેશ થાય છે. સેક્ટર-4માં દોઢ વર્ષનું બાળક, સેક્ટર-8માં 49 વર્ષીય સેલ્સમેન અને સેક્ટર-2માં ટીસીએસમાં નોકરી કરતો યુવક કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોબામાં 27 વર્ષીય યુવક-યુવતી અને કલોલમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ પણ સંક્રમિત થયા છે.