ગુફામાંથી મળી આવેલી રશિયન મહિલાએ ખોલ્યું રહસ્ય….

0
381

કર્ણાટકના ગોકર્ણમાં એક ગુફામાંથી રશિયન મહિલા મળી આવી ત્યારથી આ 40 વર્ષીય રશિયન મહિલા નીના કુટીના અને તેની બે દીકરીઓની કહાની દરેક માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. 9 જુલાઈના રોજ, નીના અને તેની 6 અને 4 વર્ષની બે પુત્રીઓ ઉત્તર કન્નડ જિલ્લા નજીક ગોકર્ણમાં એક ગુફામાંથી મળી આવી હતી. ત્યારબાદ તેમને બેંગલુરુના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી. ત્યારથી પોલીસ સતત આ મામલાની તપાસ કરી રહી છે.