મોદી-જિનપિંગ મુલાકાત પૂર્વે, ભારત સાથે સંબંધ સુધારવા ચીનની પહેલ…..

0
261

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંંગની મુલાકાત પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચીનના વિદેશ પ્રધાનની મુલાકાત થઈ હતી. આ મુલાકાત, ચીને, ખાતર, દુર્લભ ધાતુ (રેર અર્થ મેગ્નેટ) અનેટનલ બોરિંગ મશીન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાંથી કેટલાકનું શિપમેન્ટ ભારત માટે શરૂ પણ થઈ ગયું છે.ચીને ભારતમાં ટનલ બોરિંગ મશીનોની નિકાસ તેમજ રેર અર્થ મેગ્નેટ પુરવઠા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ચીને કહ્યું છે કે તેણે ખાતર, રેર અર્થ મેગ્નેટ તેમજ ટનલ બોરિંગ મશીનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ચીને પ્રતિબંધ હટાવીને ભારતને એક સાથે ત્રણ સારા સમાચાર આપ્યા છે.