લદ્દાખમાં હિંસક પ્રદર્શન માં 4 લોકોના મોત……

0
202

લેહ-લદ્દાખમાં ગઈકાલથી હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ આંદલોનકારીઓએ સરકાર પાસેથી 4 માંગ કરી છે. જેને લઈને તેઓ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.ગઈ કાલે બુધવારથી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હિંસા, આગ અને અથડામણમાં ફેરવાઈ ગયું હતું. જેમાં, ચાર લોકોના મોત થયા હતા અને લગભગ 80 લોકો ઘાયલ થયા હતા. ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુક છેલ્લા ઘણા મહિનાઓથી લદ્દાખ માટે વિવિધ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે. હવે, વિદ્યાર્થીઓ તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.વિરોધ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓથી પોલીસ સાથે અથડમણ હતી, જેમાં ચાર લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. PTIના અહેવાલ મુજબ, આ અથડામણમાં 40 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જણાવી દઈએ કે, આ ભીડને કાબુમાં કરવા માટે શહેરમાં મોટી સંખ્યામાં તૈનાત પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.