સાયકો આરોપીનું પોલીસ સાથેની ઝપાઝપીમાં એન્કાઉન્ટર…..

0
328

સાયકો કિલર વિપુલને પોલીસ રિકન્સ્ટ્રક્શ માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી. તે દરમિયાન તેણે પોલીસ કર્મીનું રિવોલ્વર છીનવીને તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક પોલીસ કર્મી પણ ઈજા ગ્રસ્ત થયા છે. ત્યાર બાદ પોલીસે બચાવમાં ફાયરિંગ કર્યું હતું.ગાંધીનગરના અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારમાં 24 સપ્ટેમ્બરના રોજ એક ચોંકાવનારી ઘટના બની. લૂંટ અને હત્યાના (Murder) કેસમાં આરોપી વિપુલ પરમારે પોલીસ રિવોલ્વર છીનવી લીધી અને ગોળીબાર કર્યો, જેના પરિણામે પોલીસ સાથેની ઝપાઝપીમાં તેનું મોત થયું. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

23 સપ્ટેમ્બરના રોજ રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા આરોપી વિપુલ પરમારને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ સવારે 4:45 વાગ્યે, LCB ટીમ ઘટનાસ્થળનું પુનર્નિર્માણ કરવા માટે અંબાપુર નજીક અંબાપુર નર્મદા કેનાલ પર પહોંચી હતી. PI દિવાન સિંહ વાલા અને PI હાર્દિક પરમારની આગેવાની હેઠળની ટીમમાં બે અલગ-અલગ વાહનોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હતો.