દિલ્હીમાં હવા પ્રદૂષણનું સ્તર ‘રેડ ઝોન’માં…..

0
283

રાષ્ટ્રીય રાજધાની (NCR) માં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરના હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અનુસાર, શુક્રવારે મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં રહી છે. જેમાં ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે, અને ત્યારબાદ નોઈડા અને દિલ્હીના અનેક વિસ્તારોને રેડ ઝોનમાં ગણવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.દિલ્હીમાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. માહિતી અનુસાર, આનંદ વિહાર સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો, જેનો AQI 365 હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. વઝીરપુરમાં 333, બાવાનામાં 306 અને મુંડકામાં 283 AQI નોંધાયું હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, દિલ્હીના ઘણા વિસ્તારો ‘ખૂબ જ ખરાબ’ થી ‘ગંભીર’ સુધીની હવા શ્વાસમાં લઈ રહ્યા છે.આરોગ્ય નિષ્ણાતોના મતે, પ્રદૂષણનું આ સ્તર લાંબા સમય સુધી ચાલુ રહે તો શ્વસન રોગોનું કારણ બની શકે છે. શહેરના વિવિધ વિસ્તારોના ડેટા વધુ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. લોની વિસ્તારમાં 352 નો AQI નોંધાયો, જે “ગંભીર” શ્રેણીની ખૂબ નજીક છે. સંજય નાગરમાં 288, ઇન્દિરાપુરમમાં 280 અને વસુંધરામાં 284 AQI નોંધાયો છે.