બજેટ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

0
1518

સંસદના આગામી બજેટ સત્ર ને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી 27 જાન્યુઆરી ના રોજ એક મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા કાયદાકીય એજન્ડા અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરી થી શરૂ થશે. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભા ના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ સંબોધન સાથે જ નાણાકીય વર્ષના સૌથી મોટા સત્રનો વિધિવત પ્રારંભ થશે.