ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૬‘ નો રંગારંગ શુભારંભ

0
38

માં અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રિના પ્રથમ નોરતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૬‘ નો રંગારંગ શુભારંભ થયો હતો. પ્રાચીન પોળ સંસ્કૃતિની હેરિટેજ થીમ સાથે આયોજિત કેસરિયા ગરબામાં ૧૧ થી ૨૦ ઓકટોબર દરમિયાન કલાકારોની મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમશે.

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતની ધરતીના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકેના ૨૫ વર્ષ પુર્ણ થયા છે ત્યારે તેમની રાષ્ટ્રસેવાની અવિરત યાત્રા પ્રત્યે આભાર વ્યક્ત કરવા કેસરિયા ગરબાના પ્રાંગણમાં સુંદર રંગોળી બનાવાઈ છે.

આ સાથે જ તાજેતરમાં જ પોતાના અદમ્ય સાહસ અને શૌર્ય દ્વારા અનેક મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઇલટ શ્રી સ્મિત મચ્છરના યોગદાનને પણ સુંદર રંગોળી દ્વારા બિરદાવવામાં આવ્યું છે.