CAA પર સુપ્રીમ કોર્ટ : સુનાવણી વગર એકપક્ષીય પ્રતિબંધ નહીં

0
920

સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે કહ્યું કે સુનાવણી વગર આ મામલે એકપક્ષીય રીતે પ્રતિબંધ લાદી ન શકાય. નાગરિક્તા સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કાયદાના સર્મથનમાં અને વિરોધમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાંથી 141 જેટલી અરજીઓ કાયદાના વિરુદ્ધમાં હતી, એક અરજી કાયદાની તરફેણમાં હતી. જ્યારે એક અરજી કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાઈ હતી. સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટની બહાર કેટલીક મહિલાઓએ સંબંધિત કાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન પણ કર્યું હતું. વડા ન્યાયાધીશ એસ. એ. બોબડે કહ્યું, “હાલમાં અમે સરકારને કામચલાઉ નાગરિક્તા આપવા માટે કહી શકીએ છીએ. અમે એકપક્ષીય રીતે રોક લગાવી શકીએ નહીં.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here