અવધેશ રાય હત્યાકાંડ: બહુચર્ચિત કેસમાં 32 વર્ષ બાદ ન્યાય

0
155

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં બહુચર્ચિત અવધેશ રાય હત્યાકાંડમાં 32 વર્ષ બાદ સોમવારે તે ક્ષણ આવી ગઇ, જેની સૌકોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. સોમવારે વારાણસીની એમપી-એમએલએ કોર્ટમાં માફિયા મુખ્તાર અંસારી દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સજાનું એલાન કરવામાં આવ્યું. સોમવારે 12 વાગ્યાની આસપાસ પહેલા તો કોર્ટે માફિયા અંસારીને દોષિત જાહેર કર્યો અને પછી બપોરે 2 વાગે જજ અવનીષે દોષી અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે.અંસારીને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અંસારી કોર્ટમાં હાજર ન હતો અને સુનાવણી દરમિયાન તે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા જોડાયો હતો.