ગુજરાતમાં વરસાદની આગાહી, ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા

0
129

અમદાવાદ સહિત ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદે ભારે બફારો કર્યો છે. તેનાથી આગામી દિવસોમાં થોડી રાહત મળશે તેવી સહેજ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જો તે, દરિયાકાંઠાની નજીક રહેશે તો વરસાદ વરસી શકે છે. બીજી તરફ કેરળમાં પણ ચોમાસાની શરૂઆતમાં 3-4 દિવસનો વિલંબ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગે (IMD)સોમવારે આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી થોડા દિવસ સુધી વરસાદ પડવાની સહેજ શક્યતા છે. જો કે, અધિકારીઓ અરબી સમુદ્રમાં વિકસિત થઈ રહેલા સાયક્લોન સર્ક્યુલેશન પર નજર રાખી રહ્યા છે, જે આગામી સમયમાં તીવ્ર બનવાની શક્યતા છે. ‘સોમવારે સાંજે 5.30 વાગ્યે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર લો-પ્રેશર સર્જાયું હતું. આગામી 24 કલાકમાં તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે’