વૃધ્ધો અને નિરાધારોને એક કોલ પર જીવન જરૂરિયાતની વસ્તુ મળશે  

0
625

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. 21 દિવસ સુધી કોરોના વાયરસ સામે સલામતી માટે તાળાબંધી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી અનેક લોકોને મુશ્કેલી પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠ મહાનગરોમાં એકલા રહેતા વૃદ્ધો અને નિરાધારો માટે એક સર્વિસ શરૂ કરી છે. જેમાં તે એક ફોન કરી જીવન જરૂરી વસ્તુઓ મંગાવી શકે છે. આ સર્વિસ આજ સાંજે 6 વાગ્યાથી શરૂ થઇ રહી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી લીધેલા નિર્ણય મુજબ સાંજે 6 વાગ્યાથી રાજ્યના આઠ મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં વૃદ્ધો, નિરાધારો એકલા રહેતા હોય અને ટિફિન મંગાવીને જમતા હોય, દવા વગેરેની સપ્લાય માટે રેગ્યુલર સર્વિસ માટે ડિપેન્ડેડ હોય અને હાલ એકલા પડી ગયા હોય તેવા લોકો આઠે આઠ મહાનગરોમાં જે અધિકારીઓ નક્કી કરવામાં આવ્યા છે તેમણે ફોન કરશે તો સબંધિત મહાનગરના સરકારી કોર્પોરેશનના અધિકારીઓ સ્વેચ્છીક સંસ્થાઓ સાથે રહી તેમણે જમવાની વ્યવસ્થા, દૂધ અને દવાની સગવડ કરી આપશે.

મુખ્યમંત્રીએ તાત્કાલીક કોઇ પણ વિપત્તીમાં કોઇને સહન ના કરવુ પડે તે માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અમદાવાદમાં શિવપ્રસાદ પંડ્યાને જવાબદારી સોપવામાં આવી છે અને 155303 આ નંબર પર કોલ કરવાથી લોકોને વૃદ્ધ નિરાધાર અને એકલા રહેતા હોય તેમણે જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here