એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા હોય તેવા ઉદ્યોગો કે જે શહેરમાં આવતા હોય પરંતુ કન્ટેન્મેન્ટ વિસ્તારની બહાર હોય તેવા ઉદ્યોગોને 25 એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ માતે તમામ જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની રહેશે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્યમાં ગઈકાલ સાંજથી આજ સવારના 9 વાગ્યા સુધીમાં કોરોનાના 152 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 105 અને અત્યાર સુધીમાં કુલ 2559 દર્દી નોંધાયા છે. નવા સામે આવેલા 152 કેસમાં સૌથી વધુ અમદાવાદના 94, સુરતમાં 30, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠામાં 2, ગાંધીનગરમાં 2, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે.