કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. હવે કોરોના કેસ પ્રમાણે કયો વિસ્તાર રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં છે તે નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્યોને આપી છે.