ST બસના ડ્રાયવર અને કંડક્ટરોને સેનેટાઇઝર અને માસ્ક આપવા માગ

0
508

લોકડાઉન-4માં એસ ટી નિગમે આંશિક એસ ટી બસ સેવા શરૂ કરી છે. ત્યારે ડ્રાયવર અને કંડક્ટરો કોરોનાથી સંક્રમિત થાય નહી તે માટે માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ ક્લોઝ આપવા ત્રણેય માન્ય યુનિયનના આગેવાનોએ ગાંધીનગર ડેપોની મુલાકાતે આવેલા નિગમના ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.
કોરોના સંક્રમણને રોકવા માટે સતત બે માસ સુધી એસ ટી બસ સેવા સહિતને બંધ હતી. હાલમાં લોકડાઉન-4 ચાલી રહ્યું છે જેમાં એસ ટી નિગમે આંશિક એસ ટી બસ સેવા શરૂ કરી છે. આગામી જુન માસના પ્રથમ વીકથી એસ ટી બસની ટ્રીપોમાં વધારો કરાશે. ત્યારે એસ ટી બસમાં નોકરી કરતા ડ્રાયવર અને કંડક્ટરની સલામતીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓમાં જરૂરી સાધનો આપવાની માંગ ઉઠવા પામી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એક અધિકારીએ તાજેતરમાં ગાંધીનગર ડેપોની મુલાકાત લીધી હતી. ત્યારે એસ ટી નિગમના કર્મચારીઓના માન્ય ત્રણેય યુનિયનના અગ્રણીઓએ ડ્રાયવર અને કંડક્ટરોની કોરોનાથી બચી શકે તે માટે રજુઆત કરી હતી. તમામ એસ ટી બસોને ફરજિયાત સેનેટાઇઝ કર્યા પછી જ રૂટ ઉપર મુકવી. ડ્યુટી ઉપર આવતા તમામ ડ્રાયવર અને કંડક્ટરોને ફરજિયાત માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ ગ્લોઝ આપવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે એસ ટી બસમાં 30 મુસાફરો બેસાડવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ મુસાફરોના સંપર્કમાં ડ્રાયવર અને કંડક્ટર સૌથી વધુ રહેતા હોવાથી તેઓ કોરોનાથી સંક્રમિત થાય નહી તે માટેના જરૂરી તમામ સાધનો આપવાની માંગણી માન્ય ત્રણેય યુનિયનના અગ્રણીઓએ કરી હતી. યુનિયનના અગ્રણીઓની રજૂઆતને પગલે નિગમના અધિકારીએ વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હોવાની ચર્ચા એસ ટી ડેપોના કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી. હાલ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે કર્મચારીના સ્વરક્ષણ માટે એસ.ટી નિગમ દ્વારા આ પ્રકારની માગએ નોંધનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here