નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેટ બેંકનાં વિલય જાહેરાત કરી

0
1579

નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા અને ઓરિયન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે. આ વિલય બાદ PNB દેશની સૌથી મોટી બીજા નંબરની સરકારી બેંક બની જશે. આ સિવાય નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેટ બેંકનાં વિલયની પણ જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા, આંધ્રબેંક અને ક્રોપોરેશન બેંકનું પણ વિલય થશે. આ સિવાય ઇન્ડીયન બેંકમાં ઇલાહાબાદ બેંકનાં વિલયની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિલય બાદ દેશને 7મી મોટી PSU બેંક મળશે. નાણાંમંત્રીની જાહેરાત બાદ દેશમાં હવે 12 PSBs બેંક રહી ગઇ છે. આ પહેલા વર્ષ 2017માં પબ્લિક સેક્ટરની 27 બેંકો હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here