જાણીતા હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનું અમદાવાદમાં અવસાન…..

0
1845

વરિષ્ઠ હાસ્યલેખક નિરંજન મનુભાઇ ત્રિવેદીનું આજે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે, તેઓ મૂળ વઢવાણના હતા અને પોતાની શિઘ્રવ્યંગ્ય કલા માટે જાણીતા હતા. તેમને ‘અવળી ગંગા’ જેવી હાસ્ય કટારથી વિશેષ પ્રસિદ્ધિ મળી હતી.તેમનું પુસ્તકો ‘વ્યંગાવલોક્ન યાને..’ ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નિરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’ ખૂબ જ લોકપ્રિય હતા. તેમનાં કેટલાંક પુસ્તકો બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાસ્ય પુસ્તકો માટે તેમને સાહિત્ય અકાદમીના ચાર પારિતોષિકો તથા સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતીન્દ્ર દવે પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here