અમદાવાદ હાટ અને હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થશે ..

0
393

અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

આ હાટમાં રાજ્યના તેમજ દેશભરના તમામ હસ્તકલા – હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવે છે. આ સ્થળે તહેવારો દરમ્યાન ખાસ ઉત્સવ, મેળાઓ અને પ્રદર્શનોનું પણ આયોજન થાય છે. આ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી જોવા મળે છે.આ ઉપરાંત બ્લોક પ્રિન્ટની ચાદરો, સોફા કવર, મોતીકામના ઘરેણાં, ખંભાતના અકીક, સંખેડાના સોફાસેટ પણ જોવા મળે છે. આ એક્ઝિબિશનનો હેતુ દેશભરના હાથશાળ – હસ્તકલા વગેરે તમામ ગ્રામ્ય કારીગરોને ખુબ જ જરૂરી એવી બજારની સુવિધા પૂરી પાડવી અને એ રીતે તેઓને સક્ષમ રોજગારી પૂરી પાડવી. જેમાં આ વખતે 100 થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.