ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ વધશે, હવામાન વિભાગની આગાહી

0
398

ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ સૂસવાટો મારતો પવન ફૂંકવાની પણ શક્યતા છે. જો કે, હાલ કોઈ માવઠાની આગાહી નથી, એવુ રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીનો પ્રમાણ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ પવન પણ ફંકાય એવી શક્યતા છે. જો કે, હાલ માવઠાની કોઈ આગાહી નથી. હાલ રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું છે.જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે એવું અનુમાન છે. જેના કારણએ રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળળે. બીજી તરફ, હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા ખેડૂચોની ચિંતામાં વધારો થયો છે. તેઓએ નવા વર્ષની શરુઆતમાં આગાહી કરી હતી કે, જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શેક છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડી શકે છે.ત જાન્યુઆરીથી શરુઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. જાન્યુઆરીમાં કેટલાંક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે. માવઠાના કારણે ખેતીના પાકને પણ અસર થઈ શકે છે.