દિલ્હી ઍરપૉર્ટ પર એક 82 વર્ષીય મહિલાના પડી જવાની અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની ઘટના ચર્ચામાં છવાઈ રહી છે. એક મહિલાએ આરોપ મૂક્યો છે કે ઍરલાઈનની બેદરકારીને કારણે તેમની 82 વર્ષની દાદીને ઈજા થઈ છે અને તેમણે ICUમાં દાખલ કરાવવા પડ્યાં. મહિલાનું કહેવું છે કે Air Indiaએ પહેલાથી બુક કરવામાં આવેલી વ્હીલચૅર ઉપલબ્ધ ન કરાવી, જેને કાણે તેમના દાદીએ પગપાળાં ચાલવું પડ્યું અને ચાલતાં-ચાલતાં તેઓ પડી ગયાં.