અર્પિતા મુખર્જીના ઘર અને ફ્લેટમાં પાડવામાં આવ્યા છે દરોડા,દરોડા દરમિયાન ‘અલીબાબની ગુફા’ જેવો માહોલ જોવા મળ્યો હતો,એક પછી એક લોખંડની પેટીમાંથી અને કબાટમાંથી નોટોના બંડલ મળ્યા
પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના નજીકના અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટમાંથી દરોડા પાડીને તપાસ કરાઈ છે. પહેલા દરોડામાં ‘નોટોનો પહાડ’ મળ્યા પછી હવે અર્પિતાના ઘરમાંથી અલીબાબાની ગુફામાં રહેલી પેટીઓની જેમ તેમાંથી કરોડો રૂપિયા મળી રહ્યા છે. અપ્રિતાનું આ બીજુ ઘર કોલકાતાના બેલધરિયા ટાઉન ક્લબમાં આવેલું છે. આ પહેલા અર્પિતા મુખર્જીના એક ઘરમાંથી લગભગ 21 કરોડ રૂપિયા કરતા વધારે રકમ મળી હતી અને મહત્વપૂર્ણ કાગળો પણ હાથમાં આવ્યા હતા. હવે 28 કરોડ કેશ અને 5 કિલોગ્રીમ સોનું મળ્યું છે.
EDની ટીમે બેલઘરિયા સ્થિતિ અર્પિતા મુખર્જીના ફ્લેટ, કસબા રાજડાંગા, બારાસાતની સાડી દુકાન સહિત 6 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અર્પિતા બેલધરિયા સ્થિતિ ફ્લેટ પર 15 અધિકારીઓની ટીમ પહોંચી હતી. અર્પિતાના બેધરિયા હાઉસિંગમાં કુલ બે ફ્લેટ છે. EDએ અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા.