આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે…..

0
299

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે અને આવતીકાલે 29મી તારીખે ગુજરાતમાં છે. આજે પીએમ મોદી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દીકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.શુક્રવારે, તારીખ 29 જુલાઈનાં રોજ સાંજે 4 કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here