ભાજપના પટેલ નેતાનું ટ્વિટ – કાર્યકર્તા હાર્દિક પટેલ નો સ્વીકાર નહીં કરે..

0
932

ગુજરાત વિધાનસભા ચૂંટણીને જૂજ સમય જ બાકી છે ત્યારે કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળી રહેલી જાણકારી અનુસાર હાર્દિક પટેલએ અમિત શાહ સાથેની બેઠકમાં વિધાનસભા ટિકિટનું વચન પણ મેળવી લીધું છે.

રાજનીતિમાં ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપના નેતા વરુણ પટેલનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈ ની સામે સંઘર્ષ કરેલો છે તે જોતાં કાર્યકરો,ભાઈ નો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપ માં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપ નો કાર્યકર મૌન છે માયકાંગલો નથી !!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here