CAA દ્વારા ઈતિહાસ સુધારવાનો પ્રયાસ…એસ. જયશંકર

0
215

વિદેશ મંત્રી એસ. જયશંકરે  વિદેશ નીતિને લઈને ચર્ચા કરી હતી. આ સાથે તેમણે કોવિડના સમયની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી હતી.વિદેશ મંત્રી એસ. જયશંકરે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ-2019 ના અમલીકરણ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વમાં ઘણી જગ્યાએ લોકોને આ રીતે નાગરિકતા આપવામાં આવી છે. અમેરિકાથી લઈને યુરોપ સુધી ધાર્મિક કે ઐતિહાસિક આધાર પર નાગરિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે અમેરિકાથી લઈને યુરોપ સુધીના દેશોને આ વિશે જણાવ્યું છે.