CMએ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કરવા કરી ટકોર

0
160
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત 2047 માટે ‘અર્નિંગ વેલ- લિવિંગ વેલ’ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે. CM એ અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે યોજાયેલી 12મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ આપેલા વિકસીત ભારત @ 2047ના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાત @ 2047થી અગ્રેસર રાખવાનો જે રોડમેપ આપણે લોકો માટે અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે તૈયાર કર્યો છે. તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે.