CM ભૂપેન્દ્ર પટેલે રામનગરી અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન

0
299

રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉત્તર પ્રદેશમાં રામજન્મભૂમિ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. તેમણે હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન કર્યા બાદ રામલલ્લાનાં દર્શન કર્યા હતા. મહત્વનું છે કે આગામી જાન્યુઆરી 2024માં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવાનો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આયોજીત ભગવાન શ્રી રામચંદ્રજી મદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આ સમારોહમાં પીએમ મોદી પણ જોડાવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની સાથે હવે જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવાના છે. તેના પહેલા તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. રામનગરી અયોધ્યામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કર્યા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રામલલ્લાના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. રામલલ્લાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા અને રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું.