વરસાદ બાદ ઉપરવાસમાંથી 80 હજાર 948 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નર્મદા નદીમાં 80 હજાર 695 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે કેવડિયા કોલોની પાસે આવેલો ગોરા બ્રિજ હજુ પણ પાણીમાં ડૂબેલી હાલતમાં છે.
ઉપરવાસમાંતી 1 લાખ 24 હજાર 487 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 133.33 મીટરે જોવા મળી હતી. જેના કારણે ડેમના 10 દરવાજા ખોલી નાંખવામાં આવ્યાં હતા. જેને લઇને ડેમમાંથી 1 લાખ 24 હજાર 784 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.