છેલ્લા કેટલાક સમયથી એલોન મસ્કની ટ્વિટર ખરીદવાની અટકળો ચાલતી હતી જે અંતે સફળ થઇ. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના ચીફ એલોન મસ્કે આખરે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર ખરીદી લીધું છે અને 44 બિલિયન ડૉલર (આશરે 3.08 લાખ કરોડ રૂપિયા )માં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે ઈલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને તે સતત ટ્વિટર પર ફ્રી સ્પીચને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ટ્વિટર પ્રાઈવેટ બનવું જોઈએ અને ત્યારથી ટ્વિટર અને ઈલોન મસ્ક અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચેના સોદા અંગે ચર્ચા શરૂ થઈ. જેના અંતે આખરે એલોન મસ્કે સફળ રહ્યા.
એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર ઘણા ફેરફારો જોવા મળી શકે છે. એલોન મસ્ક લાંબા સમયથી ફ્રી સ્પીચનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા અને હવે યુઝર્સને આશા છે કે ટૂંક સમયમાં તેમને ફ્રી સ્પીચ પોસ્ટ કરવાની સુવિધા મળશે. ઈલોન મસ્કે ટ્વીટમાં કહ્યું કે લોકશાહીને યોગ્ય રીતે ચલાવવા માટે બોલવાની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેણે વધુમાં કહ્યું કે તે હવે ટ્વિટરને ઘણી નવી સુવિધાઓ અને અલ્ગોરિધમ્સ સાથે શ્રેષ્ઠ અને વિશ્વસનીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ બનાવશે.