Gujaratનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ સાળંગપુરમાં ઉજવાયો,

0
26

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આજે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. પછી શણગાર આરતી કરવામાં આવી હતી જેમાં પણ લાખો ભક્તો દાદાની આરતીનો અનેરો લાહ્વો લીધો હતો.