H3N2નું જોખમ વધ્યું, આ લક્ષણો જણાય તો તરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જાવ

0
279

રાજ્યમાં શરદી-ગરમી અને માવઠાના મારની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સાથે જ વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઇન લાગી રહી છે, જ્યારે લગભગ મોટાભાગના પરિવારમાં તાવ અને શરદીના દર્દી સામે આવી રહ્યા છે. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો, રોજના 3500 કરતાં વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને, H3N2નું જોખમ વધી રહ્યું છે. આવામાં લોકોએ શરદી-ઉધરસને હળવાશથી ન લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.શ્વાસ લેવામાં તકલીફ પડવી,ઓક્સિજન લેવલ 93ની નીચે જવું,છાતી અને પેટમાં દુખાવો,ઊલટી થવી,સુધારા બાદ ફરી તાવ અને ઉધરસ થાય,આ લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું જોઇએ, H3N2નું જોખમ હોઈ શકે
વૃદ્ધો, બાળકો, અસ્થમાના દર્દીઓ, હૃદય રોગ અથવા સંબંધિત સમસ્યા, કિડની સમસ્યા દર્દીઓ, સગર્ભા સ્ત્રી, જે લોકો ડાયાલિસિસથી પીડાઈ રહ્યા છે તેવા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.