IPL 2022 : અશ્વિન-બટલર વચ્ચે ફરી દોસ્તી

0
564

આઇપીએલના એક સમયના ‘શત્રુ’ રવિચન્દ્રન અશ્વિન અને ઇંગ્લૅન્ડના જૉસ બટલર વચ્ચે ફરી મિત્રતા થઈ ગઈ છે. તેઓ બન્ને હવે રાજસ્થાન રૉયલ્સની ટીમમાં ભેગા થયા છે. ૨૦૧૯ની આઇપીએલમાં અશ્વિન પંજાબની ટીમમાં અને બટલર રાજસ્થાનમાં હતો ત્યારે એક મૅચમાં અશ્વિન બૉલ ફેંકે એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર બટલર ક્રીઝની બહાર નીકળી જતાં અશ્વિને તેને રનઆઉટ કર્યો હતો. આ પ્રકારનો રનઆઉટ ‘માંકડેડ’ તરીકે ઓળખાય છે. એ બનાવે વિવાદ જગાડવાની સાથે ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ને જાગ્રત પણ કરી દીધી છે. તાજેતરમાં એમસીસીએ કાયદો બનાવ્યો કે આ રીતે રનઆઉટ કરવાનું હવે ‘અવ્યવહારુ’ નહીં, કાયદેસર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here