IRCTC અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડાવશે બીજી Tejas

0
1813

ભારતમાં પ્રીમિયમ ટ્રેનોની વધતી લોકપ્રિયતાને જોતાં ભારતીય રેલવે ઉપક્રમ IRCTCએ અમદાવાદથી મુંબઇ વચ્ચે બીજી Tejas Trainને ચલાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રો દ્વારા શનિવારે એક રિપોર્ટમાં કહ્યું કે આ ટ્રેનને 17 જાન્યુઆરીના ગ્રીન સિગ્નલ આપી શકે છે. સૂત્રો પ્રમાણે ટ્રેનને કૉમર્શિયલ રૂપે 19 જાન્યુઆરીથી શરૂ કરવાની શક્યતાછે. આ પહેલા દિલ્હી-લખનઉ રૂટ પર પહેલાથી તેજસ એક્સપ્રેસનું પરિચાલન કરવામાં આવી રહ્યું છે. આ પહેલી ટ્રેન છે, જેનું પરિચાલન ભારતીય રેલવે નહીં પણ IRCTC તરફથી કરવામાં આવે છે.

નવી તેજસ એક્સપ્રેસનું પરિચાલન અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ કરવામાં આવશે. આ ટ્રેનનું પરિચાલન ગુરુવારે નહીં કરવામાં આવે. તેમના પ્રમાણે 17 જાન્યુઆરીના 09426 નંબરની તેજસ એક્સપ્રેસ સાંજે 5:15 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી રવાના થશે અને રાતે સાડા 11 વાગ્યે અમદાવાદ પહોંચશે.

તેમના પ્રમાણે આ ટ્રેનનું રેગ્યુલર પરિચાલન 19 જાન્યુઆરીથી કરવામાં આવશે. ટ્રેન નંબક 82902 સવારે 6:40 વાગ્યે અમદાવાદથી નીકળશે. અને મુંબઇ સેન્ટ્રલ પહોંચવાનો સમય બપોરે 01:10 વાગ્યે છે. આ ટ્રેન 82901 નંબર તરીકે અપહ્ન 03:40 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ચાલશે અને રાતે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન નડિયાદ, વડોગરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર થોભશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here