‘KBC 15’માં દીકરા અભિષેકની કેમ યાદ આવી અમિતાભ બચ્ચનને ?!

0
303

અમિતાભ બચ્ચન સામે ‘KBC 15’માં આવેલા એક કન્ટેસ્ટન્ટની વાત સાંભળીને તેમને તેમના દીકરા અભિષેક બચ્ચનની યાદ આવી ગઈ હતી. આ શો સોની પર સોમવારથી શુક્રવારે રાતે ૯ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોમાં અમદાવાદનો કુણાલ સિંહ ડોડિયા પહોંચ્યો હતો. અમદાવાદની પોલીસ ફોર્સમાં તે સબ ઇ​ન્સ્પેક્ટરની ફરજ બજાવે છે. તે ડીજીની ઑફિસમાં માનવઅધિકાર વિભાગમાં જોડાયેલો છે. તે સખત મહેનતુ છે. જોકે ઘરમાં તે અલગ વ્યક્તિ છે. તેને આળસુ પણ ગણવામાં આવે છે. તેના પિતા અને ઘરના અન્ય સદસ્યોને તેનું વર્તન નથી પસંદ. સાથે જ પિતા-પુત્ર એકબીજાની વાતમાં સહમત પણ નથી હોતા. કુણાલની આ વાતો સાંભળીને અમિતાભ બચ્ચનને તેમના દીકરા અભિષેક બચ્ચન સાથેના રિલેશનની યાદ આવી ગઈ. તેમણે અભિષેકને ભરોસાને પાત્ર ગણાવ્યો હતો. આ શોમાં કુણાલે કહ્યું કે ‘મારા માટે ‘કૌન બનેગા કરોડપતિ’માં આવવું એ મોટી બાબત છે. મેં જેટલા કલાકો સ્ટડી કરવામાં પસાર કર્યા એનું ફળ મને મિસ્ટર બચ્ચન સામે હૉટ સીટ પર બેસીને મળી ગયું છે. આ સિદ્ધિ દ્વારા મને લાગે છે કે હું મારા પિતાને સાબિત કરી શકીશ કે હું એક જવાબદાર દીકરો છું. ‘KBC’એ મારા પર અને મારી લાઇફ પર સકારાત્મક અસર છોડી છે. મને આ સુવર્ણ તક મળી એનો હું આભારી છું.’