વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. નિર્મલ સીતારમણે કહ્યું- પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે. આત્મનિર્ભર ભારત માટે ઘણાં પગલા ઉઠાવવામાં આવ્યા. ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં સીધા જ પૈસા નાખવામાં આવ્યા, જે એક રીતે ક્રાંતિ હતી.પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ દ્વારા સીધા લોકોના બેન્ક ખાતામાં રકમ મોકલવામાં આવી છે. આ યોજનાઓનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. જીએસટીથી લધુ ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગનો ફાયદો મળ્યો.
જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે 12 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.