NCRBના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ..

0
321

રાજ્ય સરકારે 2021માં વિધાનસભામાં આપેલા નિવેદન મુજબ વર્ષ 2018માં, રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 14,004 મહિલાઓ ગુમ થઈ છે.ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2016માં રાજ્યમાં 7,105, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. એટલે કે છેલ્લા 5 વર્ષમાં આ સંખ્યા વધીને 41,621 થઈ ગઈ છે.

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, પૂર્વ આઈપીએસ અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય સુધીર સિંહાએ કહ્યું કે, “કેટલાક ગુમ થયેલા વ્યક્તિઓના કેસમાં મેં જોયું છે કે છોકરીઓ અને મહિલાઓને ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે. પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ વ્યક્તિઓના કેસોને ગંભીરતાથી લેતી નથી.”

તેમણે ઉમેર્યું કે, “જ્યારે આવા કિસ્સાઓ હત્યા કરતાં પણ વધુ ગંભીર હોય છે. ગુમ થવાના કેસોની તપાસ હત્યાના કિસ્સા જેટલી જ કડક રીતે કરવામાં આવવી જોઈએ. ગુમ થયેલા લોકોના કિસ્સાઓ ઘણીવાર બને છે. પોલીસ દ્વારા અવગણવામાં આવે છે કારણ કે તેમની તપાસ બ્રિટિશ યુગની રીતે કરવામાં આવે છે.”