NIAએ ૬ રાજ્યોમાં ૫૩ જગ્યાએ દરોડા પાડ્યા

0
201

દેશમાં ખાલિસ્તાની નેટવર્કનો અંત લાવવા ગઈ કાલે ઍક્શન લેવામાં આવી હતી. એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ ગઈ કાલે ખાલિસ્તાનીઓ અને ગૅન્ગસ્ટર્સના નેટવર્કને ખલાસ કરવા માટે છ રાજ્યોમાં ૫૩ જગ્યાએ દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લોરેન્સ, બંબિહા અને અર્શ દલ્લા ગૅન્ગ માટે કામ કરનારા લોકોને સંબંધિત ત્રણ કેસમાં છ રાજ્યોમાં ૫૩ લોકેશન્સ પર એનઆઇએએ દરોડા પાડ્યા હતા.’ અર્શ દલ્લા ગૅન્ગના એક મેમ્બરની આ દરોડા દરમ્યાન અટકાયત કરવામાં આવી હતી.

એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ચંડીગઢ તેમ જ દિલ્હીમાં દરોડા પાડ્યા હતા.લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે, જ્યારે ગૅન્ગસ્ટરમાંથી આતંકવાદી બનનારો અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા કૅનેડામાં છે અને દવિન્દર બંબિહા ૨૦૧૬માં પંજાબ પોલીસના એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.