સિંધુભવન રોડ પર સ્પાની યુવતીને બેરહેમીથી માર મરાયો…

0
139

અમદાવાદમાં સ્પામાં યુવતીને માર મારવાના મામલામાં સંચાલક મોહસીન સામે થઈ ફરીયાદ,,, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદ,,, સિંધુભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પામાં યુવતીને માર મારવાના CCTV આવ્યા હતા સામે.અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ વાયરલ થયા છે. જેમાં એક યુવકે 4 મિનિટમાં યુવતીને બિલ્ડીંગની ગેલેરીમાં 8-10 ફડાકા ઝીંક્યા હતા. બિલ્ડીંગના CCTV માં સ્પષ્ટ દેખાયું કે યુવકે યુવતીને વાળ પકડી ઢસડી હતી. એટલુ જ નહિ, દીવાલ સાથે માથું અથડાવી કપડાં ફાડ્યાં હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમજાવતા પીડિત મહિલાએ સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કેવર બિલ્ડીંગમાં ગેલેક્સી સ્પા આવેલું છે. આ સ્પાની બહાર સ્પા સંચાલક એક મહિલાને મારતા હોવાનો સીસીટીવી સામે આવ્યા હતા. સ્પાના મોહસીન નામના સંચાલકે મહિલાને જાહેરમાં બર્બરતાપૂર્વક માર માર્યો હતો. સ્પામાં કામને લઈ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી મહિલાને માર મારતા CCTV પણ વાયરલ થયા હતા. ત્યારે આ અંગે આખરે બોડકદેવ પોલીસ એક્ટિવ થઈ હતી. પોલીસે સમજાવતા પીડિત મહિલાએ સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે.