ગુજરાત એસટીમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓ ભરવા માટે ખાસ ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કંડક્ટર કક્ષાની કૂલ 571 જગ્યાઓ ભરવા માટે GSRTC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કંડક્ટર કક્ષાના દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી (ફીક્સ પગાર) અન્વયે પસંદગીયાદી-પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.






