Online શિક્ષણ મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો, ગરીબ બાળકોનું શું? અહમદ પટેલે ટાસ્ક ફોર્સની રચનાની માંગ કરી

0
1109

કોરોના વૈશ્વિક મહામારીમાં ૬ મહિના કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. ઓનલાઈન શિક્ષણ સામાન્ય – મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પરવડે તેવું નથી ત્યારે, ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ તેવી વિગતો રાજ્ય સભામાં રજુ કરતા અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના ખજાનચી અને સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લીધે છેલ્લા છ મહિનાથી શાળા બંધ છે. સરકારી અને ખાનગી શાળા ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જેમાં મોટા ભાગે શાળાઓ ફી વસૂલવા માટે યોગ્ય વ્યવસ્થા ગણાવવામાં આવી રહી છે. ઓનલાઈન એજ્યુકેશનથી આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે આર્થિક બોજો પડી રહ્યો છે. સામાન્ય – મધ્યમવર્ગના ઘણા પરિવારો પાસે લેપટોપ, કોમ્પ્યુટર નથી અને તેમની પાસે સ્માર્ટફોન સમગ્ર પરિવાર વચ્ચે એક જ હોય છે. ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ ભેદભાવ – અસમાનતાનું કારણ બનવું ના જોઈએ. ગુજરાત, દિલ્હી, કેરલ અને બંગાળ જેવા અમુક રાજ્યો માં ઓનલાઈન શિક્ષણના તાણને કારણે આત્મહત્યા થી જીવન ટુકાવ્યું.

ઓનલાઈન એજ્યુકેશન, ડીજીટલ વ્યવસ્થાની મોજણી (75-round NSS) ની વિગતો રજુ કરતા રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, NSS ના મોજણીમાં માત્ર ૨૪ ટકા ઘરમાં જ ઈન્ટરનેટ નો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર ૯ ટકા વિદ્યાર્થી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સર્વેમાં ૩ ટકા વિદ્યાર્થીઓ પાસે લેપટોપ અથવા પર્સનલ કોમ્પ્યુટર છે. ૪ ટકા વિદ્યાર્થીઓ અનલીમીટેડ ડેટા યોજનાની સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here