PIની પત્ની સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો થયો ખુલાસો

0
569

વડોદરા જિલ્લા એસઓજી પીઆઈની પત્ની સ્વીટી પટેલના (Sweety Patel)ગુમ થવાના મામલો મોટો ખુલાસો થયો છે. સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. આરોપી PI એ.એ.દેસાઈએ (PI A.A Desai)ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો છે. PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જ કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા એ.ટી.એસ. ગુજરાતની સંયુક્ત તપાસની મદદથી સ્વીટી પટેલ ગુમ કેસમાં મહત્વના ખુલાસા થયા છે. તારીખ 05/06/2021ના રોજ સ્વીટી પટેલ ગુમ થયા બાદથી લઇ તારીખ 24/07/2021 સુધી થયેલ સગ્ર તપાસની હકીકતો, સંયોગિક પુરાવા, ટેકનિકલ તપાસ, મેડીકલ પુરાવાને આધારે માલુમ પડેલ છે કે તારીખ 4 જૂન 2021ના રોજના રાત્રીના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તથા તેમના પત્ની સ્વીટી વચ્ચે લગ્ન સંબિધત તકરાર થયેલ હતી. જે બાબતે તેમના વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. રાત્રે 12.30 કલાકે અજય દેસાઈએ આવેશમાં આવી તેમની પત્ની સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હતી. લાશ આખી રાત બેડરૂમમાં મુકી રાખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here