PM મોદીએ કર્યું કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન….

0
368

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ વિભિન્ન વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસનું પણ આયોજન છે. વડાપ્રધાન મોદી કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં ‘અભિધમ્મ દિવસ’ પર આયોજિત એક સમારંભમાં પણ ભાગ લેશે.

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે કુશીનગર દુનિયા સાથે જોડાઈ ગયું છે. બધાના સાથ વડે બધાનો વિકાસ થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, એરપોર્ટના કારણે ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં મળે, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. રોજગારના નવા અવસર મળશે. આગામી 3-4 વર્ષમાં દેશમાં 200 કરતા વધારે એરપોર્ટ, સીપૌડનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયત્ન છે.

કુશીનગર એક આતંરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું જેમાં 100થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ 26 નવેમ્બરથી શરૂ થશે તથા 18 ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જોડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here