પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે જંગલ, સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. જંગલ સફારીમાં તેમણે જાણકારી મળી હતી. ત્યારબાદ કેક્ટસ ગાર્ડનમાં તમામ પ્રકારની અલગ-અલગ પ્રકારના થોર વિશે જાણકારી મેળવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદીએ બટરફલાય ગાર્ડનમાં પતંગીયા ઉડાવ્યાં હતા.
પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદી જો કે દર વખતે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ પોતાના કાર્યક્રમની શરૂઆત કરતાં હોય છે. પરંતુ આ વખતે તેઓ ગાંધીનગર રાજભવનથી સીધા નર્મદા કેવડિયા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે હાલ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. જ્યારે બીજી તરફ નર્મદા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે વહેલી સવારે PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા હતા. જ્યાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદી વ્યૂ પોઇન્ટ નંબર-1 પરથી જાહેરસભાને સંબોધશે. જેના માટે 450×150 મીટરનો વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાંથી જનમેદની ઉમટી પડશે. તો નર્મદાના 10 હજાર લોકો જાહેર સભામાં હાજર રહેશે. બપોર 12 સુધી નર્મદા ડેમ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ચાલુ રહેશે. પ્રવાસીઓ સભામાં ભાગ લઇ શકશે. સભાને સંબોધન કર્યા બાદ તેઓ વડોદરા જવા રવાના થશે