PM મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને ગુજરાત હાઇકોર્ટે આપી લીલીઝંડી,

0
1102

રાજ્યના ખેડૂતોને હાલ ગુજરાત હાઇકોર્ટમાંથી સૌથી મોટા ઝટકારૂપ કહી શકાય તેવા સમાચાર મળી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને રાજ્યના ખેડૂતોએ પોતાની જમીનના 4 ગણા વળતરની માંગ કરીને અરજી કરી હતી. તેના પર આજે હાઇકોર્ટે ચૂકાદો આપતા વળતરના મુદ્દે કોર્ટે બહાલી આપી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને 2011ના કાયદા પ્રમાણે પોતાની જમીનમાં વળતર મળશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને જમીન સંપાદન મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ખેડૂતોના વળતરના પ્રશ્નને HCએ બહાલી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પોતાનો ચુકાદો આપ્યો છે.

એટલે કે ખેડૂતો માટે ઝટકારૂપ સમાચાર કહી શકાય તેમ છે. હવે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પ્રમાણે ખેડૂતોને પોતાની જમીનના 4 ગણા વળતરને બદલે 2011ના કાયદા પ્રમાણે વળતર મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here