PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરી કંપનીએ વેચવા મુકી

0
1372

ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સેવાનું આખરે ધીમેધીમે બાળમરણ થવા જઈ રહ્યું હોઈ તેવા દિવસો સામે આવી રહ્યાં છે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ અમલમાં નહોતો મૂકાયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે.હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. સુરતની ઈન્ડિગો સીવેવ્સ નામની કંપની દહેજ-ઘોઘા રો-રો ફેરીનું સંચાલન કરે છે. આ કંપની દ્વારા સર્વિસ શરૂ કરાઈ ત્યારે જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.

નોંધનીય છે કે, PM મોદીએ આ જ જહાજ બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ કંપની જંગી ખોટ કરી રહી છે અને આથી જ જેડ આયલેન્ડ નામનું જહાજ વેચી દેવાની કંપનીની ગણતરી છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે PM મોદીને પત્ર લખ્યો છે અને રોજગારીને અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરીને રો-રો ફેરી વ્યવસ્થિત રીતે શરૂ થાય તે માટે પ્રયત્ન કરવા કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here