PM મોદી ગુજરાતની મુલાકાતે: રાજ્યને મળી ૪૪૦૦ કરોડની ભેટ-સોગાદ

0
286

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન રાજ્યના લોકોને આશરે રૂા. 4400 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે, જેમાં પીએમ મોદી ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે અને કેટલીક યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે. PM મોદીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષણ સંઘના સંમેલનમાં હાજરી હતી. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક મહાસંઘનું આ 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. કોન્ફરન્સની થીમ છે ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઑફ ધ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ (શિક્ષણના પરિવર્તનમાં શિક્ષકોની કેન્દ્રીય ભૂમિકા). વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી