ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે,તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26 તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ભુજમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.