PM નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરતાં CM ભૂપેન્દ્ર પટેલ

0
163

PM નરેન્દ્ર મોદીની શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે યોજાયેલી ક્રેડાઈ (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા)ની નેશનલ કોન્કલેવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, ‘નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ જ ઊર્જાપૂર્ણ રહ્યો. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ વડાપ્રધાન સાથેની આ મુલાકાતમાં રાજ્યના સર્વાંગીણ વિકાસ તેમજ જનસુખાકારી માટે ‘ટીમ ગુજરાત’ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.’ તાજેતરમાં આયોજિત રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ‘વિકસિત ગુજરાત’ના નિર્માણના ચિંતન તેમજ આગામી વિકાસલક્ષી આયોજન અંગે તેમની સાથે ચર્ચા કરી હતી.