PM મોદીએ સોશિયલ મીડિયા પર સુરત એરપોર્ટની શેર કરી તસ્વીરો

0
293

17મી સપ્ટેમ્બરના રોજ રવિવારે PM મોદી ગુજરાતના મહેમાન બનશે અને સુરત ખાતે ડાયમંડ બુર્સનું વિધિવત લોકાર્પણ કરશે. આ સિવાય સુરતના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેની તસવીરો આજે PM MODi એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરી હતી. જેની સાથે પીએમ મોદીએ લખ્યું હતું.મહત્વનું છે કે PM નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા ગુજરાતને એક મોટી ભેટ આપી છે. હકીકતે કેન્દ્રીય કેબિનેટમાં સુરત એરપોર્ટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. PM MODi ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આમ ગુજરાતને અમદાવાદ પછી વધુ એક ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળી છે. આનાથી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધશે અને દક્ષિણ ગુજરાતવાસીઓને તેમની નજીકમાં જ સીધી ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી મળશે.